એક એવા દયાળુ આત્મા કે જેમણે પરોપકારની જ્યોત અને જુસ્સા દ્વારા સ્વાર્થવૃત્તિના અંધકારને દૂર કરવા સતત પ્રયત્નો કર્યા.
આપણે જાણીએ છીએ કે જ્યારથી આપણે આપણાં પિતાનો હાથ પકડીને ચાલવાનું શરૂ કરીએ છીએ, ત્યારથી જ આપણાં ઉપર આપણાં પિતાની પ્રભાવશાળી અસર થવા લાગે છે. વિશિષ્ટ ભારતીય સામાજિક પ્રણાલીમાં પિતા હોવું એ કુટુંબની જરૂરિયાતોનું ધ્યાન રાખવા, જીવનના મૂલ્યવાન બોધપાઠ આપવા, બાળકોને સારા ગુણો આપવા જેવુ છે – કે જેના દ્વારા બાળકો ભવિષ્યમાં શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે ઓળખાય અને કોઈ પણ ભોગે પરિવાર સુરક્ષિત રહે. જ્યારથી આપણે વિકસિત થવાની શરૂઆત કરી અને આધુનિક માણસને “હોમો સેપિયન્સ” કહેવાની શરૂઆત કરી ત્યારથી આપણે પિતૃત્વની આ રીતને પ્રાપ્ત કરી છે.
આપણે જાણીએ છીએ કે પિતા આપણને માર્ગદર્શન આપે છે અને તેમના દર્શાવેલા માર્ગ પર બાળક ચાલે છે. જો અપવાદને અવગણીએ તો એ ચોક્કસ છે કે બાળક પિતાને અનુસરવાનો પ્રયત્ન કરશે. પિતા એ દીવાદાંડીની જેમ હોય છે કે જે “જીવન” રૂપી સાગરમાં “બાળક” નામની નાવડીને ઇચ્છિત માર્ગ બતાવે છે. સ્વ. પ્રતાપરાય રાજદેવે શ્રીમાન રાકેશ રાજદેવને આખા રાજદેવ પરિવારની, સમાજકલ્યાણની પ્રવૃત્તિઓના મૂળને, ગુજરાતની ધરતીને અર્પણ કર્યા છે.
એક એવા વ્યક્તિ કે જેઓ પોતાની સહાનુભૂતિ અને લોકો સાથે જોડાવાની ક્ષમતા માટે જાણીતા હતા, તે એક સારા ‘સમરૂની’ હતા, જેમણે પોતાના સેવાભાવી કાર્યો દ્વારા લોકોના હ્રદયને પીગળાવી દીધા હતા.. દાન, જરૂરિયાતવાળા લોકોને મદદ કરવી અને વંચિતો પ્રત્યે દયાભાવના દર્શાવવી - એ તેમની વિશિષ્ટતા હતી. જ્યારે પણ લોકો પ્રતાપરાયજીને મળવા આવતા, ત્યારે તે લોકોને તેમના આંસુઓ કોઈના ધ્યાનમાં ન આવે તે રીતે મદદ કરવામાં તેમણે કોઈ કસર છોડી ન હતી.
જો આપણે કૌથમ કુમાર કે. ના પ્રખ્યાત લખાણમાં જોઈએ, તો તેમણે લખ્યું છે કે, “મનુષ્ય બનવાની જગ્યાએ માનવતાવાદી બનો.”
પ્રતાપરાયજી સમાજ પ્રત્યેની ફરજની અપેક્ષામાં ખરા ઉતાર્યા અને જીવનની અંધાધૂંધી વચ્ચે જેઓને ખરેખર સૂર્યપ્રકાશના કિરણની જરૂર હતી, તેવા લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું તેઓ ક્યારેય ચુક્યા નહીં. જે જનતા પોતાનું જીવન સારી રીતે જીવવા માટે અસમર્થ હતી, તે જનતાના ઉત્થાન માટેના એક મિશન માટે તેઓ જીવ્યા હતા. તેઓ ઉદાર સ્વભાવના હતા કે જેમણે લોકોના જીવનને બદલી નાખ્યું હતું. લોકો પ્રત્યેના તેમના સ્નેહ એ જ તેઓને સોનેરી હ્રદયવાળા બનાવ્યા હતા. પ્રતાપરાયજીએ માનવતાવાદી કાર્યો દ્વારા સમાજને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કાનુડા મિત્ર મંડળ દ્વારા યોજાતી રકતદાન શિબિરો સ્વ. પ્રતાપરાયજીની પ્રેરણા છે, કે જેઓ ઉદારતાને લોકોની મદદ કરવાનું માધ્યમ માનતા હતા. ભારતીય ધર્મ મુજબ સર્વોપરી ઈશ્વરનું સાર્વભૌમિકરણ એ “રાજદેવ” કુળની યથાર્થતા છે. પ્રતાપરાયજી એટલા વિનમ્ર હતા કે તેઓએ કૃતજ્ઞતાનો સ્વીકાર કર્યો હતો અને સમાજને પોતાનું યોગદાન આપ્યું હતું. તેઓ જાણતા હતા કે “માનવ સેવા એ જ પ્રભુ સેવા” છે.
૨૬ વર્ષથી સ્વ. પ્રતાપરાયજીની હાજરી નથી તેમ છતાં તેઓની અથાગ મહેનત અને જબરદસ્ત ઉત્સાહનું પ્રતિબિંબ તેમના પુત્ર શ્રી રાકેશ રાજદેવજીમાં જોવા મળે છે અને તેની સારી અસર લોકોના જીવન પર જોવા મળે છે. રાકેશ રાજદેવજીને તેમના પિતા તરફથી શ્રેષ્ઠ વારસો મળ્યો, જેના દ્વારા તેઓએ રાજકોટમાં કાનુડા મિત્ર મંડળ નામની NGO ની શરૂઆત કરી. હતી. જેની સ્થાપના સ્વ. પ્રતાપરાયજીની મૂલ્ય વ્યવસ્થાના પાયા પર કરવામાં આવી હતી.
અત્યારે આપણે જે વિશ્વમાં જીવીએ છીએ, તે વિશ્વના પડકારો વચ્ચે માનવતાની દિશાને આ બિન-સરકારી સંગઠન વાસ્તવિક રીતે બદલી રહ્યું છે, જ્યાં લોકો લોભની જાળમાં ફસાયેલા છે અને સામાજિક જવાબદારીઓ તરફ ધ્યાન આપતા નથી. રાકેશ રાજદેવજી તેમના પિતાનો વારસો આગળ ધપાવતા દરેક સંભવ પરિસ્થિતિમાં લોકોની સેવા કરવાના સતત પ્રયત્નો કરી રહ્યા છે. જ્યારે બાળક ઊડવાની ઈચ્છા સેવે છે, ત્યારે પિતા તેના માટે પાંખો બનીને મદદ કરે છે. રાજદેવ પરિવારમાં આ પિતા-પુત્રનો સંબંધ એવા લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે, જેઓ જીવનની અણધારી આફતોને કારણે પાછળ રહી ગયા અથવા તો વંચિત હતા.
રાકેશ રાજદેવજીએ દુબઈમાં APM Intl DMCC અને APM Capital ની સ્થાપના કરીને બીજું એક અગત્યનું પગલું ભર્યું છે. ગ્રાહકોને આપવામાં આવતી સેવાઓની ગુણવત્તા પ્રત્યેની કાયમી પ્રતિબદ્ધતા સાથે, જેઓ સમગ્ર વિશ્વમાંથી ફિઝિકલ સોના અથવા ચાંદીના બારમાં રોકાણ કરવા માંગે છે તેમના માટે APM Intl DMCC રોકાણકારોની પ્રથમ અને સલામત પસંદગી બની ગઈ છે. આ સિદ્ધિએ તેમને આંતરરાષ્ટ્રીય મેટલ ટ્રેડિંગ માર્કેટમાં બધાથી અલગ તારવી દીધા છે.
APM Bullion: Physical Gold and Silver bullion trading company located in Dubai
Courtyard by Marriott: રાકેશ રાજદેવની 5-સ્ટાર હોટલ